GSRTC Apprentice Recruitment 2026 | એસ.ટી. નિગમમાં નવી ભરતી, ધોરણ 12, ITI અને ગ્રેજ્યુએટ માટે મોટી તક

જો તમે ગુજરાતમાં એવી નોકરી શોધી રહ્યા છો જેમાં તાલીમની સાથે પૈસા પણ મળે તો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એ એપ્રેન્ટિસ એક્ટ-1961 હેઠળ તાલીમાર્થીઓ માટે મોટી ભરતી જાહેર કરી છે. ભવિષ્યમાં સરકારી વિભાગમાં કરિયર બનાવવા માંગતા ઉમેદવારો માટે સારી તક છે.

આજના આ લેખમાં આપણે GSRTC ભરતી વિશે તમામ જરૂરી માહિતી જેવી કે તારીખ, પદ, ખાલી જગ્યા, પગાર, લાયકાત, અરજી પ્રક્રિયા વગેરે જાણીશું. તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂરથી વાંચજો જેથી તમને તમામ માહિતી મળી જાય અને સરળતાથી અરજી કરી શકો છો.

GSRTC Apprentice Recruitment 2026 । ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એપ્રેન્ટિસ ભરતી 2026

સંસ્થાનું નામગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
પોસ્ટનું નામવિવિધ એપ્રેન્ટિસ
અરજી મોડઓફલાઈન
નોકરીનો પ્રકારતાલીમ
સત્તાવાર વેબસાઇટhttps://gsrtc.in/

મહત્વની તારીખો (Important Dates)

GSRTC ની આ ભરતીની જાહેરાત 18 માર્ચ, 2026 ના રોજ બહાર પાડવામાં આવી છે. અરજી કરવાની શરૂઆતની તારીખ પણ આ જ દિવસથી છે. ઉમેદવારોએ પોતાની અરજી 06 એપ્રિલ, 2026 ની અંદર જમા કરાવવાની રહેશે. અરજી ફક્ત કાર્યાલયના સમય દરમિયાન જ સ્વીકારવામાં આવશે. કૃપા કરીને ધ્યાનમાં રાખો કે જાહેર રજાના દિવસોમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં.

માહિતીતારીખ
જાહેરાત તારીખ18-03-2026
અરજી કરવાની શરૂઆત તારીખ18-03-2026
અરજી કરવાની છેલ્લી તારીખ06-04-2026
અરજી કરવાનો સમયસવારે 11:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી

પોસ્ટનું નામ / તાલીમના પ્રકાર (Post Name / Trade Name)

આ ભરતી હેઠળ વિવિધ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે અલગ-અલગ ટ્રેડમાં તાલીમ આપવામાં આવશે. આ તાલીમાર્થીઓને GSRTCની વિવિધ શાખાઓ જેમ કે વિભાગીય કચેરી, વર્કશોપ, ડેપો અને મધ્યસ્થ કચેરી ખાતે તાલીમ આપવામાં આવશે.

અહીં મુખ્યત્વે ત્રણ પ્રકારના ઉમેદવારો માટે તાલીમ છે:

  1. હાયર સેકન્ડરી (ધોરણ 12) અને ITI પાસ: આની અંદર કોમ્પ્યુટર ઓપરેટર જેવા ટ્રેડનો સમાવેશ થાય છે.
  2. ITI ટેક્નિકલ: આની અંદર ડીઝલ મિકેનિક, એમ.એમ.વી., વાયરમેન, ઇલેક્ટ્રીશિયન, વેલ્ડર, ફીટર, બોડી ફીટર, પેઈન્ટર, કારપેન્ટર, ડ્રાફટમેન વગેરેનો સમાવેશ થાય છે.
  3. ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા: આની અંદર સોફ્ટવેર એન્જિનિયર, હાર્ડવેર નેટવર્કિંગ એન્જિનિયર, ઇલેક્ટ્રીકલ એન્જિનિયર, સિવિલ એન્જિનિયર અને ગ્રેજ્યુએટ ફેશર (આર્ટ્સ/કોમર્સ/સાયન્સ ગ્રેજ્યુએટ) ઉમેદવારોનો સમાવેશ થાય છે.
પોસ્ટનો પ્રકારતાલીમ સ્થળ
કોમ્પ્યુટર ઓપરેટર (ધો.12/ITI)વિભાગીય કચેરી, વર્કશોપ, ડેપો, મધ્યસ્થ કચેરી રાણીપ
ITI ટેક્નિકલ ટ્રેડવિભાગીય કચેરી, વર્કશોપ, ડેપો
ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા એન્જિનિયરિંગમધ્યસ્થ કચેરી રાણીપ અને અન્ય કચેરીઓ

સ્ટાઈપેન્ડ (Stipend)

એપ્રેન્ટિસ ભરતી હોવાથી, આ પોસ્ટ પર ઉમેદવારોને “પગાર” નહીં, પરંતુ “સ્ટાઈપેન્ડ” આપવામાં આવશે. સ્ટાઈપેન્ડ એ દર મહિને તાલીમાર્થીને મળતી રકમ છે. આ રકમ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) અને એપ્રેન્ટિસ એક્ટ-1961 ના નિયમો અનુસાર નક્કી કરવામાં આવશે. તે ITI, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ માટે અલગ-અલગ હોઈ શકે છે. ચોક્કસ રકમ જાણવા માટે સંસ્થાનો સંપર્ક કરવો જરૂરી છે.

માહિતીવિગત
સ્ટાઈપેન્ડસંસ્થાના નિયમો મુજબ
નોંધITI, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ માટે અલગ અલગ હોઈ શકે છે
GSRTC Apprentice Recruitment 2026 Overview Infographic in Gujarati
GSRTC Apprentice Recruitment 2026 Overview Infographic in Gujarati

આ પણ વાંચો – BGSS Recruitment Gujarat 2026

GSRTC એપ્રેન્ટિસ તાલીમ મેળવવાના મુખ્ય ફાયદા (Benefits)

જો તમે આ ભરતીમાં પસંદગી પામો છો, તો તમને નીચે મુજબના મહત્વના ફાયદાઓ મળી શકે છે:

  • ભારત સરકારનું માન્ય પ્રમાણપત્ર: તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ ઉમેદવારને ભારત સરકાર દ્વારા માન્ય ‘એપ્રેન્ટિસશીપ સર્ટિફિકેટ’ આપવામાં આવે છે, જે ભવિષ્યમાં ખાનગી અને સરકારી બંને ક્ષેત્રોમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
  • પ્રેક્ટિકલ કાર્યનો અનુભવ: GSRTC જેવી મોટી અને પ્રતિષ્ઠિત સરકારી સંસ્થામાં કામ કરવાનો સીધો અનુભવ મળે છે. અહીં તમને તમારા ટ્રેડ મુજબ લેટેસ્ટ ટેકનોલોજી અને મશીનરી પર કામ શીખવા મળે છે.
  • ભવિષ્યની ભરતીમાં અગ્રતા (Preference): ભવિષ્યમાં જ્યારે પણ GSRTC (એસ.ટી. નિગમ) અથવા રેલવે જેવા અન્ય સરકારી વિભાગોમાં કાયમી ભરતી બહાર પડે છે, ત્યારે એપ્રેન્ટિસ કરેલા ઉમેદવારોને મેરિટમાં ખાસ છૂટછાટ અથવા અગ્રતા આપવામાં આવે છે.
  • આર્થિક સહાય (સ્ટાઈપેન્ડ): આ તાલીમ દરમિયાન તમારે કોઈ ફી ભરવાની હોતી નથી, ઉલટાનું સરકાર અને નિગમ દ્વારા તમને દર મહિને નિયત કરવામાં આવેલ સ્ટાઈપેન્ડ (આર્થિક સહાય) ચૂકવવામાં આવે છે.
  • કરિયર માટે મજબૂત પાયો: ફ્રેશર્સ ઉમેદવારો માટે આ એક શ્રેષ્ઠ તક છે, જ્યાં તેઓ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સીધા જ પ્રોફેશનલ વાતાવરણમાં કામ કરતા શીખી શકે છે.

અરજી ફી (Application Fee)

આ ભરતીમાં કોઈ પણ પ્રકારની અરજી ફી નથી. કારણ કે આ એક સરકારી સંસ્થામાં એપ્રેન્ટિસ (તાલીમાર્થી) ભરતી છે, તેથી કોઈપણ ઉમેદવાર પાસેથી અરજી કરવા બદલ કોઈ ફી લેવામાં આવશે નહીં. આ તમામ ઉમેદવારો માટે સમાન તક છે, જેમાં કોઈ આર્થિક બોજ નથી.

માહિતીવિગત
અરજી ફીકોઈ અરજી ફી નથી (નિઃશુલ્ક)
કારણસરકારી એપ્રેન્ટિસ ભરતી

આ પણ વાંચો – IOCL Apprentice Recruitment 2026

વયમર્યાદા (Age Limit)

જાહેર કરવામાં આવેલી ભરતીમાં ઉમેદવારો માટે કોઈ ચોક્કસ વયમર્યાદા જણાવવામાં આવી નથી. સામાન્ય રીતે એપ્રેન્ટિસ ભરતીમાં વયમર્યાદા હોય છે, પરંતુ આ જાહેરાતમાં તેનો ઉલ્લેખ ન હોવાથી, ઉમેદવારોએ વધુ માહિતી માટે સંસ્થાનો સીધો સંપર્ક કરવો જરૂરી છે. તમે આ માહિતી GSRTCની વિભાગીય કચેરી પર ફોન દ્વારા અથવા વ્યક્તિગત રીતે મુલાકાત લઈને મેળવી શકો છો.

માહિતીવિગત
વયમર્યાદાજાહેરાતમાં ઉલ્લેખિત નથી
સલાહવધુ માહિતી માટે સંસ્થાનો સંપર્ક કરો

લાયકાત (Educational Qualification)

આ ભરતીમાં વિવિધ પ્રકારના શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તક છે. લાયકાત અલગ-અલગ ટ્રેડ માટે અલગ-અલગ રાખવામાં આવી છે. ઉમેદવારે પોતાના શિક્ષણ અનુસાર અરજી કરવાની રહેશે.

  • કોમ્પ્યુટર ઓપરેટર માટે: ઉમેદવારે ધોરણ 12 પાસ (ફેશર) અથવા ITI પાસ હોવું જરૂરી છે.
  • ટેક્નિકલ ટ્રેડ માટે: ઉમેદવારે ધોરણ 10 પાસ અને સંબંધિત ટ્રેડમાં ITI (NCVT/SCVT) પાસ હોવું જરૂરી છે. ટ્રેડમાં ડીઝલ મિકેનિક, વાયરમેન, ઇલેક્ટ્રીશિયન, વેલ્ડર, ફીટર વગેરેનો સમાવેશ થાય છે.
  • ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા ધરાવતા માટે: સોફ્ટવેર એન્જિનિયરિંગ, હાર્ડવેર નેટવર્કિંગ, ઇલેક્ટ્રીકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી અથવા ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. ઉપરાંત, કોઈપણ શાખામાં ગ્રેજ્યુએટ (ફેશર) ઉમેદવારો પણ અરજી કરી શકે છે.
લાયકાતનો પ્રકારવિગત
કોમ્પ્યુટર ઓપરેટરધોરણ 12 પાસ અથવા ITI પાસ
ટેક્નિકલ ITIધોરણ 10 પાસ + સંબંધિત ટ્રેડમાં ITI
ગ્રેજ્યુએટકોઈપણ શાખામાં સ્નાતક (B.A., B.Com, B.Sc.)
ડિપ્લોમા / ડિગ્રીસંબંધિત એન્જિનિયરિંગ શાખામાં ડિપ્લોમા અથવા ડિગ્રી

આ પણ વાંચો – UPSC CMS Recruitment 2026

પસંદગી પ્રક્રિયા (Selection Process)

આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી કરવા માટે કોઈ લેખિત પરીક્ષા અથવા ઈન્ટરવ્યુ લેવામાં આવશે નહીં. ઉમેદવારોની પસંદગી સંપૂર્ણપણે મેરિટ (Merit) ના આધારે કરવામાં આવશે. મેરિટ એટલે કે, ઉમેદવારે પોતાની અરજી સાથે જોડેલા શૈક્ષણિક ગુણ (marks) ના આધારે એક સૂચિ તૈયાર કરવામાં આવશે. વધુ ગુણ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે. તેથી, તમારા ગુણપત્રકો અને પ્રમાણપત્રો સાથે અરજી કરતી વખતે સાવચેતી રાખવી ખૂબ જ અગત્યનું છે.

માહિતીવિગત
પસંદગીનો આધારશૈક્ષણિક ગુણ (મેરિટ)
પરીક્ષા / ઇન્ટરવ્યુનથી

પસંદગી બાદની પ્રક્રિયા (Post-Selection Process)

એકવાર મેરિટ લિસ્ટમાં તમારું નામ આવી જાય, પછીની પ્રક્રિયા નીચે મુજબ રહેશે:

  • દસ્તાવેજ ચકાસણી (DV): મેરિટના આધારે પસંદ કરાયેલા ઉમેદવારોને તેમના અસલ દસ્તાવેજો (Original Documents) ની ચકાસણી માટે બોલાવવામાં આવશે.
  • હાજર થવા અંગેની જાણ: ડોક્યુમેન્ટ વેરિફિકેશન સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ, પસંદગી પામેલા તાલીમાર્થીઓને જે-તે ડેપો, વર્કશોપ અથવા કચેરી ખાતે તાલીમ માટે હાજર થવા અંગે એસ.ટી. નિગમ દ્વારા જાણ કરવામાં આવશે.

જરૂરી દસ્તાવેજો (Required Documents)

અરજી કરતી વખતે, ઉમેદવારે પોતાની ઓળખ, શિક્ષણ અને અન્ય લાયકાત સાબિત કરતા દસ્તાવેજોની પ્રમાણિત નકલો અરજી સાથે જોડવી જરૂરી છે. દસ્તાવેજો સાચા અને સ્પષ્ટ હોવા જોઈએ. નીચેના દસ્તાવેજોની યાદી આપવામાં આવી છે:

  • CV / રેઝ્યુમે: તમારી શૈક્ષણિક અને વ્યક્તિગત માહિતી ધરાવતો બાયોડેટા.
  • આધાર કાર્ડ: ઓળખ અને સરનામાના પુરાવા માટે.
  • ફોટો: પાસપોર્ટ સાઈઝના તાજા ફોટોગ્રાફ્સ.
  • માર્કશીટ અને ડિગ્રી: તમામ શૈક્ષણિક લાયકાતના ગુણપત્રકો અને પ્રમાણપત્રો.
  • અનુભવ પ્રમાણપત્ર: જો ઉમેદવાર પાસે અગાઉ કોઈ કાર્ય અનુભવ હોય, તો તેનું પ્રમાણપત્ર (જો હોય તો).

આ પણ વાંચો – Shree Swaminarayan Gurukul Bharti 2026

અરજી પ્રક્રિયા (Application Process)

આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા ઓફલાઇન છે. ઉમેદવારોએ નીચેના સ્ટેપ્સને અનુસરીને અરજી કરવાની રહેશે:

  1. રજિસ્ટ્રેશન: સૌથી પહેલા ઉમેદવારે www.apprenticeship.gov.in ની સત્તાવાર વેબસાઇટ પર જઈને એપ્રેન્ટિસ તરીકે રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
  2. હાર્ડકોપી તૈયાર કરો: રજિસ્ટ્રેશન પછી મળેલી રજિસ્ટ્રેશન સ્લિપની હાર્ડકોપી (પ્રિન્ટઆઉટ) કાઢી લો.
  3. દસ્તાવેજો ભેગા કરો: ઉપરોક્ત જણાવેલા તમામ શૈક્ષણિક દસ્તાવેજોની પ્રમાણિત નકલો તૈયાર કરો.
  4. અરજી પત્રક ભરો: GSRTCની વિભાગીય કચેરી, ગીતામંદિર, અમદાવાદ ખાતે રૂબરૂ જઈને અરજી પત્રક મેળવો અને તેને યોગ્ય રીતે ભરો.
  5. જમા કરાવો: ભરેલું અરજી પત્રક, રજિસ્ટ્રેશન સ્લિપની હાર્ડકોપી અને તમામ દસ્તાવેજોની પ્રમાણિત નકલો સાથે તા. 18/03/2026 થી 06/04/2026 દરમિયાન સવારે 11:00 થી બપોરે 2:00 વાગ્યા સુધી કાર્યાલયમાં જમા કરાવો.

સરનામું:
વિભાગીય નિયામક, એસ.ટી. અમદાવાદ,
વિભાગીય કચેરી, પહેલો માળ, બ્લોક – ડી,
હબ ટાઉન બસ પોર્ટ ટર્મિનલ 1, સેન્ટ્રલ બસ સ્ટેશન,
ગીતામંદિર, અમદાવાદ – 380022

GSRTC એપ્રેન્ટિસ ભરતી માટે ખાસ સૂચનાઓ (Important Instructions)

GSRTC અમદાવાદ વિભાગમાં અરજી કરતા પહેલા દરેક ઉમેદવારે નીચેની મહત્વની બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ, જેથી તમારી અરજી રદ ન થાય:

  • માહિતીની ચોકસાઈ (Accuracy): આ ભરતીમાં પસંદગી સંપૂર્ણપણે મેરિટ (શૈક્ષણિક ગુણ) ના આધારે થવાની છે. તેથી, અરજી ફોર્મમાં તમારું નામ, જન્મતારીખ અને ખાસ કરીને માર્કસ લખવામાં કોઈ પણ પ્રકારની ભૂલ ન કરવી. ખોટી માહિતી આપવા પર તમારી અરજી રદ થઈ શકે છે.
  • ઓનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત: ઓફલાઇન ફોર્મ જમા કરાવતા પહેલા ઉમેદવારે ભારત સરકારના એપ્રેન્ટિસ પોર્ટલ www.apprenticeship.gov.in પર નોંધણી કરાવવી ફરજિયાત છે. જો તમારી પાસે રજિસ્ટ્રેશન સ્લિપ નહીં હોય, તો તમારી ઓફલાઇન અરજી સ્વીકારવામાં આવશે નહીં.
  • સમય મર્યાદાનું પાલન: અરજી જમા કરાવવાની છેલ્લી તારીખ 06 એપ્રિલ, 2026 છે. છેલ્લી ઘડીની ભીડ અને ટેકનિકલ સમસ્યાઓથી બચવા માટે ઉમેદવારોએ સમયસર રૂબરૂ જઈને ફોર્મ જમા કરાવી દેવાની સલાહ છે.
  • અરજીનો સમય: ખાસ નોંધ લેવી કે અરજી ફક્ત કચેરીના કામકાજના દિવસોમાં જ સ્વીકારવામાં આવશે. જાહેર રજાના દિવસોમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં. અરજી જમા કરાવવાનો સમય સવારે 11:00 થી બપોરે 2:00 વાગ્યા સુધીનો રહેશે.
  • જરૂરી નકલો: તમારી સાથે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અને તેની પ્રમાણિત નકલોનો એક સેટ સાથે રાખવો, જેથી વેરિફિકેશન સમયે કોઈ મુશ્કેલી ન પડે.

સંપર્ક વિગત અને હેલ્પલાઇન (Contact Information)

જો તમને આ ભરતી પ્રક્રિયા અથવા અરજી ફોર્મ ભરવા બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય, તો તમે GSRTC અમદાવાદની વિભાગીય કચેરીનો સંપર્ક કરી શકો છો:

  • કચેરીનું નામ: વિભાગીય નિયામકશ્રીની કચેરી, એસ.ટી. અમદાવાદ.
  • સરનામું: પહેલો માળ, બ્લોક – ડી, હબ ટાઉન બસ પોર્ટ, ગીતામંદિર, અમદાવાદ – 380022.
  • સંપર્ક સમય: સવારે 11:00 થી બપોરે 02:00 વાગ્યા સુધી (કચેરીના કામકાજના દિવસોમાં).
  • સત્તાવાર હેલ્પલાઇન: 1800 233 666666 (GSRTC 24×7 હેલ્પલાઇન).
  • સત્તાવાર વેબસાઇટ: https://gsrtc.in/

જરૂરી લિંક્સ (Important Links)

વિગતસીધી લિંક
સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
એપ્રેન્ટિસ નોંધણી લિંકઅહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહી ક્લિક કરો

GSRTC એપ્રેન્ટિસ ભરતી 2026: વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

પ્રશ્ન 1: GSRTC એપ્રેન્ટિસ ભરતી 2026 માં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

જવાબ: આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 06 એપ્રિલ, 2026 છે. ઉમેદવારોએ આ તારીખ સુધીમાં કચેરીના સમય દરમિયાન પોતાની અરજી જમા કરાવવાની રહેશે.

પ્રશ્ન 2: આ ભરતીમાં કયા કયા ટ્રેડ અથવા પોસ્ટનો સમાવેશ થાય છે?

જવાબ: આ ભરતીમાં કોમ્પ્યુટર ઓપરેટર (COPA), ડીઝલ મિકેનિક, વાયરમેન, ઇલેક્ટ્રીશિયન, ફિટર તેમજ સિવિલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જેવા વિવિધ ટેકનિકલ અને બિન-ટેકનિકલ ટ્રેડનો સમાવેશ થાય છે.

પ્રશ્ન 3: આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત શું રાખવામાં આવી છે?

જવાબ: ઉમેદવાર ધોરણ 12 પાસ, સંબંધિત ટ્રેડમાં ITI, એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કે ડિગ્રી અથવા કોઈપણ શાખામાં ગ્રેજ્યુએટ (B.A, B.Com, B.Sc) હોવા જોઈએ.

પ્રશ્ન 4: GSRTC એપ્રેન્ટિસ માટે પસંદગી કઈ રીતે કરવામાં આવશે?

જવાબ: આ ભરતીમાં કોઈ પરીક્ષા કે ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં, ઉમેદવારોની પસંદગી તેમના શૈક્ષણિક ગુણના આધારે તૈયાર કરવામાં આવેલી મેરિટ યાદી મુજબ કરવામાં આવશે.

પ્રશ્ન 5: આ ભરતીમાં અરજી કરવા માટે કેટલી ફી ભરવી પડશે?

જવાબ: GSRTC ની આ એપ્રેન્ટિસ ભરતી સંપૂર્ણપણે નિઃશુલ્ક છે, એટલે કે ઉમેદવારોએ અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં.

પ્રશ્ન 6: અરજી કરતા પહેલા કયું ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે?

જવાબ: ઉમેદવારોએ સૌથી પહેલા ભારત સરકારના એપ્રેન્ટિસ પોર્ટલ www.apprenticeship.gov.in પર જઈને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું અને તેની પ્રિન્ટ મેળવવી ફરજિયાત છે.

પ્રશ્ન 7: ભરેલું અરજી ફોર્મ ક્યાં જમા કરાવવાનું રહેશે?

જવાબ: ઉમેદવારોએ ભરેલું ફોર્મ અને જરૂરી દસ્તાવેજો ‘વિભાગીય નિયામકશ્રીની કચેરી, એસ.ટી. અમદાવાદ, ગીતામંદિર બસ પોર્ટ’ ખાતે રૂબરૂ જઈને જમા કરાવવાના રહેશે.

પ્રશ્ન 8: આ તાલીમ દરમિયાન ઉમેદવારને કેટલો પગાર કે સ્ટાઈપેન્ડ મળશે?

જવાબ: એપ્રેન્ટિસ એક્ટ-1961 અને નિગમના નિયમો અનુસાર લાયકાત મુજબ (ITI, ડિપ્લોમા કે ગ્રેજ્યુએટ) દર મહિને ફિક્સ સ્ટાઈપેન્ડ મળવાપાત્ર રહેશે.

નિષ્કર્ષ (Conclusion)

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ની આ એપ્રેન્ટિસ ભરતી ફ્રેશર્સ ઉમેદવારો માટે સારી તક છે. ખાસ કરીને ITI, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે આ એક મોટી તક છે, જ્યાં તેઓ સરકારી ક્ષેત્રમાં તાલીમ મેળવી શકે છે. જો તમે લાયકાત ધરાવો છો, તો તમારા દસ્તાવેજો તૈયાર કરીને નક્કી કરેલ સમયમર્યાદા પહેલા અરજી કરવાનું ભૂલશો નહીં. વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટ www.apprenticeship.gov.in ની મુલાકાત લઈ શકો છો અથવા આપેલ સરનામે સંપર્ક કરી શકો છો. જો કોઈ પ્રશ્ન હોય તો નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં અથવા કોન્ટેક્ટ અસ પેજ પરથી પૂછી શકો છો.

અસ્વીકરણ (Disclaimer)

આ લેખ માત્ર માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે. ભરતી સંબંધિત તમામ વિગતો સત્તાવાર જાહેરાત આધારિત છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન અને વેબસાઇટ પરની માહિતી ચોક્કસ તપાસી લેવી. માહિતીમાં ફેરફાર થઈ શકે છે, તેથી અંતિમ જવાબદારી ઉમેદવારની રહેશે.

1 thought on “GSRTC Apprentice Recruitment 2026 | એસ.ટી. નિગમમાં નવી ભરતી, ધોરણ 12, ITI અને ગ્રેજ્યુએટ માટે મોટી તક”

Leave a Comment